• Gujarati News
  • વોલ્વાની સીમમાં સીફટકારમાંથી 3 નબીરા દારૂની બોટલ સાથે ઝડપાયા

વોલ્વાની સીમમાં સીફટકારમાંથી 3 નબીરા દારૂની બોટલ સાથે ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા-મેઘરજરોડ ઉપર વોલ્વા ગામની સીમ નજીક એલસીબી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મેઘરજ તરફથી સીફટકાર પૂરપાટ ઝડપે આવતી હતી જેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ગાડી પૂરપાટ ઝડપે હંકારી મુકતાં પોલીસે પીછો કરી ગાડીને પકડી પાડી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1 પકડાતાં ત્રણે શખ્શ વિરૂદ્વ ગુનો નોંધી ફરીયાદ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ મોડાસા-મેઘરજ રોડ ઉપર વોલ્વા ગામ નજીક અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલીંગ કરી હતી ત્યારે મેઘરજ તરફથી સીફટ કાર પૂરપાટઝડપે આવી રહી હતી જેને એલસીબી પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગાડીમાં છાકટા બનેલા 3 નબીરાઓએ ગાડી પૂરપાટ ઝડપે હંકારી મૂકી ભાગી છૂટયા હતા. ત્યારે એલસીબી પોલીસે ગાડીનો પીછો કરતા તેઓને ઝડપી પાડી ગાડીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગાડીમાં રખાયેલ વિદેશી દારૂની બોટલ નંગ-1 મળી આવી હતી. અને ગાડીમાં નશો કરી બેઠેલા પ્રદયુમનસિંહ ચંપાવત સહિત ત્રણ જણાની ધરપકડ કરી કાયદેસર કાર્યવહી કરાઇ હતી.

નશાની હાલતમાં પકડાયા

પ્રદયુમનસિંહધનેસિંહ ચંપાવત (48), રહે.વિરપુર, તા.ઇડર

ગીરીશભાઇ નાથાભાઇ પરમાર (38) રહે.ભોલેશ્વર, હિંમતનગર

ચિંતનકુમાર ઇન્દ્રવદન ઉપાધ્યાય (24) દેવભૂમિ સોસા., મોડાસા