• Gujarati News
  • National
  • જીએસટીનો વિરોધ : હિંમતનગરમાં કાપડ બજાર બંધ, કલેક્ટરને આવેદન

જીએસટીનો વિરોધ : હિંમતનગરમાં કાપડ બજાર બંધ, કલેક્ટરને આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરકાપડ મહાજન દ્વારા મંગળવારે કાપડ બજાર બંધ રાખી કલેક્ટરને આવેદન પત્ર આપી જીએસટીનો સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા અંગે વિચારણા કરવામાં નહી આવે તો ઉગ્ર લડત આપવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

આવેદનપત્રની વિગત એવી છે કે, કાપડ પર જીએસટી લગાવવામાં આવેલા છે. કાપડ જીવન જરૂરીયાતની ચીજવસ્તુમાં આવે છે. આઝાદી પછી રોટી-કપડાં અને મકાન પર ટેક્ષ લગાવાયો હતો. પરંતુ વખતની કેન્દ્ર સરકારે કાપડ ઉપર જીએસટી લગાવી કુઠરા ઘાત કર્યા છે. નાના વેપારીઓ અને ગ્રાહકો માટે અસહ્ય બની રહેનાર છે. જો ટેક્ષ લગાવવો હોય તો સીધો યાર્ન પર લગાવવો જોઇએ. જેથી નાના નાના વેપારીઓને 37 જેટલા રીટર્ન ભરવાની કનડગત થવાની છે તેમાંથી મુક્તિ મળે. હિંમતનગર કાપડ મહાજન એસોસીએશનના અશ્વિનભાઇ શાહ, સતિશભાઇ દોશી વગેરેએ વિરોધ સાથે આવેદનપત્ર આપી યોગ્ય કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...