• Gujarati News
  • National
  • ઓફીસમાં નોકરી રાખી યુવતીનું શારીરિક શોષણ કરતાં ફરિયાદ

ઓફીસમાં નોકરી રાખી યુવતીનું શારીરિક શોષણ કરતાં ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીને માર્કેટીંગના નામે અગલ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી

હિંમતનગરતાલુકાના બામણાની યુવતીને પોતાની ઓફિસમાં નોકરીએ રાખી શારીરીક શોષણ કરનાર ઇસમ વિરુદ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ભોગ બનનાર યુવતીને કોઇને કહીશ તો એસિડ છાંટવાની ધમકી પણ આપી હતી.

ગાંભોઇ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર, હિંમતનગર શહેરના ખેડતસીયા રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતા પ્રજ્ઞેશ સુથારે તાલુકાના બામણા ગામની યુવતીને નેટવર્ક માર્કેટીંગનો બિઝનેસ પ્લાન બતાવી પોતાની ઓફિસમાં કામે રાખી હતી અને માર્કેટીંગના નામે અલગ અલગ જગ્યાએ લઇ જઇ યુવતીનું છેલ્લા દોઢેક માસથી શારીરીક શોષણ કરી રહ્યો હતો અને વાત કોઇને કહીશ તો તને તથા તારા માતા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો અને યુવતી ઉપર એસિડ છાંટવાની મોબાઇલ ફોનથી મેસેજ કરી ધમકી પણ આપી હતી.

ભોગ બનનાર યુવતીએ માતાપિતાને આખરે વાત કરતાં માતા પિતાએ યુવતીને હિંમત આપી હતી અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રજ્ઞેશ સુથાર વિરુદ્ધ આઇપીસી 376,323,506(2),509તથા આઇટી એક્ટ કલમ (એ),(એ),(બી) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...