તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમસ્યા હળવી બની રહી છે પરંતુ કેશ લિમિટથી સમસ્યા યથાવત

સમસ્યા હળવી બની રહી છે પરંતુ કેશ લિમિટથી સમસ્યા યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટો બદલવાનું બંધ થતાંની સાથે બેંકો બહાર લોકોની લાઇનો ગાયબ

નોટબંધીના17મા દિવસે શુક્રવારે હિંમતનગરમાં બેંકો આગળ અગાઉ લાગતી લાઇનોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂ.500 અને 1000ની નોટ બદલવાની સુવિધા બંધ કરી દેવાતાં બપોર બાદ લાઇન જોવા મળી હતી. વિવિધ બેંકર્સના જણાવ્યા અનુસાર છેલ્લા બે-ત્રણ દિવસથી ધસારો ઓછો થઇ રહ્યો છે અને સમસ્યા હળવી બની રહી છે. જોકે, કેશ લિમિટ સમસ્યા તો યથાવત છે.

એસબીઆઇ બ્રાન્ચના દિલીપભાઇ દરજીએ જણાવ્યું કે, શુક્રવારે રૂ.500ની નવી નોટો ઇશ્યુ કરાઇ છે. તમામ એટીએમમાં કેશ ઉપલબ્ધ છે. એસબીઆઇ પ્રતિદિન બેથી ત્રણ કરોડ રૂપિયા બેંકોને આપી રહી છે. એકાદ-બે સપ્તાહમાં સ્થિતિ સામાન્ય બની જશે. જોેકે, પર્યાપ્ત કેશ કયારે મળશે તે બાબતે બેંકો નિરૂત્તર છે.

ચાલુ સપ્તાહમાં આરબીઆઇ દ્વારા કેશ કરન્સી ફાળવાતાં સહકારી બેંકો રૂ.2 હજાર ના બદલે હવે પાંચથી સાત હજાર સુધી અને ગંભીર જરૂરિયાતના કિસ્સામાં રૂ.24 હજાર ચૂકવવાનું શરૂ કર્યુ છે.એસબીઆઇ સહિતની નેશનલાઇઝડ બેંકો અને કેટલીક ખાનગી બેંકો રૂ.10થી 12 હજારનું પેમેન્ટ કરી રહી છે. ચાલુ સપ્તાહમાં થોડા ઘણા અંશે કેશ કરન્સીનો ફલો શરૂ થયો હોવાનો અનુભવ થઇ રહ્યો છે. રૂ.500 ની નવી ચલણી નોટો પણ આવી જતાં એટીએમમાં હાલમાં રૂ.100, 500 અને 2000ની નોટો ઉપલબ્ધ છે. .

શુક્રવારથી નોટો બદલી આપવાનું બંધ કરાતાં હિંમતનગરમાં છેલ્લા 16 દિવસથી જે બેંકોની બહાર સાંજે 6 વાગ્યા સુધી લાઇનો જોવા મળતી હતી, તે બેંકોની બહાર આજે બપોરે 2 વાગે ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો જોવા મળ્યા હતા. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...