તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇલોલના તળાવમાંથી કેનાલ બનાવી પાણી ચોરી, તંત્ર ચૂપ

ઇલોલના તળાવમાંથી કેનાલ બનાવી પાણી ચોરી, તંત્ર ચૂપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના ઇલોલમાં મત્સ્યબીજના ઉત્પાદન માટે ભાડે આપેલા તળાવનું પાણી બારોબાર ખેતી ઉપયોગ માટે વેચાણ આપી ગેરકાયદે પ્રવૃતિ આચરાઇ રહી હોવા અંગે જિલ્લા કલેકટરને ફરિયાદ કરાઇ છે. મામલે તલાટી કાદરભાઇ મનસુરીએ જણાવ્યું કે, સરપંચ બહાર ગયા છે, આવશે ત્યારે પૂછીને કાર્યવાહી કરવામાં આવશે.

ઇલોલના ખીજડીયા તળાવમાં જેસીબી લગાડી કેનાલ બનાવી બારોબાર ખેતીના ઉપયોગ માટે તળાવનું પાણી લઇ જવાતુ હોવા અંગે ગામના સામાજિક કાર્યકર ભાસ્કરભાઇ ભટ્ટે કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે. જેમાં તળાવમાં દર વર્ષે ચોમાસાનું પાણી ભરાય છે અને બીજા ચોમાસા સુધી રહે છે. પશુઓ માટે તરસ છીપાવવાનો મુખ્ય સ્ત્રોત છે. તળાવમાંથી ખેતી ઉપયોગ માટે બે કિલોમીટર લાંબી કેનાલ- નીક ખોદી કાઢી મત્સ્યબીજ ઉછેર કરનારા શખસ પાણીનું વેચાણ કરી રહ્યો છે. જો તળાવનું પાણી ખેંચાઇ જશે તો ગામમાં પશુધનને પાણી વિના તરસે મરવાનો આવશે તેની ભીતિ પણ વ્યક્ત કરાઇ છે. તસ્વીર- એ.વી.રાવલ

અન્ય સમાચારો પણ છે...