• Gujarati News
  • સ્વામિનારાયણ હરિભકતો દ્વારા પદયાત્રા

સ્વામિનારાયણ હરિભકતો દ્વારા પદયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજની વર્ષ 2015માં 150મી જન્મ જયંતી ઉજવાનાર છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સોમવારે મુનપુર પાટિયાથી કાંકણોલ સ્થિત બીએપીએસ મંદિર સુધી 300 હરિભકતો દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. પદયાત્રા ચિત્રોડી ક્ષેત્રના હરિભકતો દ્વારા યોજાઇ હતી. જેમાં 150 ભાઇઓ, 125 બહેનો અને 25 બાળકોએ ભાગ લીધો હતો. પદયાત્રાને સફળ બનાવવા પૂજય કૌશલમુનિ સ્વામીએ માર્ગદર્શન આપી સફળ બનાવી હતી. -બટુક પટેલ