Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધામડી પાસે જીપે ટક્કર મારતા ગર્ભવતી નીલગાય-બચ્ચાનું મોત
વડાલી-ખેડબ્રહ્મારોડ પર આવેલ ધામડી પાટીયા પાસેથી રવિવારે સવારે પસાર થઇ રહેલી એક જીપની ટક્કરથી ગર્ભવતી નીલગાય અને તેના બચ્ચાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. તેમજ અકસ્માતને કારણે જીપમાં જઇ રહેલ બે મુસાફરોને પણ ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
રવિવારે સવારે ધામડી પાટીયા પાસેથી પસાર થઇ રહેલ જીપ નં.આર.જે.22.ટીએ.3174 નો ચાલક મુસાફરો ભરીને ખેડબ્રહ્માથી વડાલી આવી રહ્યો હતો ત્યારે ધામડી પાટીયા પાસે રોડ પર અચાનક દોડી આવેલી ગર્ભવતી નીલગાય જીપ સાથે ટકરાઇ હતી. જેના કારણે નીલગાયને ગંભીર ઇજા થતાં તેનું તથા ગર્ભસ્થ બચ્ચાનું મોત નિપજયુ હતું. તેમજ જીપ પણ રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. જેના કારણે રાજસ્થાનના તખતગઢના બાલુગીરી મહારાજ (ઉ.વ.50) અને વજુબેન વાલાભાઇ સુથારને ઇજા થતાં તેમને 108 દ્વારા સારવાર માટે વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જયાં ફરજ પરના તબીબ નીતાબેન દેસાઇએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાતા વડાલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.