• Gujarati News
  • National
  • પોશીના ડેપોમાંથી લાંબા રૂટોની બસો શરૂ કરવા માંગ

પોશીના ડેપોમાંથી લાંબા રૂટોની બસો શરૂ કરવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાના નવરચિત પોશીના તાલુકાની પ્રજાને લાંબા અંતરની બસોનો લાભ મળતો નથી. તેમજ તાલુકા મથક હોવા છતાં બસ ડેપોમાં ફકત બે કર્મચારીઓ ફરજ બજાવે છે.

પોશીના પથંકના 70થી વધુ ગામના લોકો રોજબરોજ તાલુકા મથક પોશીના ખાતે તથા અમદાવાદ, હિંમતનગર સહિતના સ્થળે જવા માટે આવે છે પરંનુ એસ.ટી. ડેપો દ્વારા અમદાવાદ માટેની સીધી બસ શરૂ કરાઇ હોવાને કારણે લોકોને પોશીનાથી ખેડબ્રહ્મા આવી અમદાવાદ કે અન્યત્ર જવુ પડે છે. જે અંગે રજુઆત કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી.જેથી સત્વરે દૂરના રૂટોની બસ શરૂ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...