તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેન્દ્રના પંચાયત સેક્રેટરીએ પુંસરી આકોદરાની મુલાકાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રના પંચાયત સેક્રેટરીએ પુંસરી-આકોદરાની મુલાકાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રનાપંચાયત વિભાગના સેક્રેટરી તથા રાજ્યના વિકાસ કમિશનરે સાબરકાંઠા જિલ્લાના પુસંરી અને આકોદરા ગામની મુલાકાત લઇ ડિઝીટલ ક્રાંતિ કરેલા પ્રગતિની સમીક્ષા કરી હતી.

દેશમાં શ્રેષ્ઠ પંચાયતની નામના મેળવનાર સાબરકાંઠાની પુસંરી પંચાયતની મુલાકાત લેતા કેન્દ્રના પંચાયત સેક્રેટરી જે.એસ.માથુર તથા એડિશનલ સેક્રેટરી એલ.સી.ગોયલે ગામની ઇન્ટરનેટ સુવિધા તથા ગામમાં થયેલા વિકાસના કામની સમીક્ષા કરી હતી અને ગામમાં થયેલા વિકાસથી સંતોષ વ્યકત કર્યો હતો.

જયારે ડિઝીટલ વિલેજ તરીકે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આકોદરા પંચાયતની કેશલેસ સુવિધાથી માંડી ડિઝીટલ એજ્યુકેશનની સુવિધાથી લોકોની સુખાકારીમાં થયેલા વધારાની વાત કરતા રાજ્ય વિકાસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાનું સ્વપ્નને સાકાર કરવા રાજયના મુખયમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ડિઝીટલ કન્કેટીવીટી પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો છે.

જેનાથી રાજયના 6 હજાર ગામોને જોડીને ઇ-ગ્રામથી વિશ્વ ગ્રામને જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો