તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાબરદાણના ભાવો ઘટાડવા “આપ”ની રજુઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરદાણના ભાવો ઘટાડવા “આપ”ની રજુઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠાનાખેડૂતો સાબરડેરીનું સાબરદાણ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાગરદાણના ભાવ ખેડૂતોને હાલના ભાવ કરતાં ઓછા ભાવે મળે અને ખેડૂતોથી ખોટા ભાવો લઇ આર્થિક બોજ ખેડૂતો ઉપર પડે તે માટે આમ આદમી પાર્ટી સાબરકાંઠાના પ્રતિનિધિઓએ સાબરડેરીના મેનેજીંગ ડિરેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર આપ્યુ હતું.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરશનભાઇ પટેલ, અંકિતકુમાર પટેલે રજુઆતમાં જણાવ્યુ હતું કે બનાસકાંઠામાં બનાસ ડેરીએ બનાસદાણનો ભાવ 70 કિ.ગ્રા. બેગના રૂા. 1350 કર્યો છે જે ખુબ વધારે છે. તેવી રીતે સાબરડેરીના સાબરદાણમાં 70 કિ.ગ્રા. બેગના રૂા. 1200 રાખવામાં આવ્યા છે. જે હાલના સમયે ખેડૂતો માટે અસહ્ય છે. સાબરદાણનો કાચો માલ ગવાર, બાજરી, મકાઇ વગેરેના ભાવો ઘટ્યા છે. જેથી સાબરદાણના ભાવ ઘટાડવા માટે વિચારવા આમ આદમી પાર્ટીની રજુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો