તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જીલ્લા શ્રમ આયુક્ત વિભાગનો સપાટો : 4 બાળમજુરો મુક્ત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીલ્લા શ્રમ આયુક્ત વિભાગનો સપાટો : 4 બાળમજુરો મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા| જીલ્લાશ્રમ આયુક્ત વિભાગ દ્વારા મોડાસા સહિત આસપાસના વિસ્તારમાં હાથ ધરાયેલ દરોડાની કામગીરીમાં હોટલ-નાસ્તા હાઉસમાં કામે રખાયેલા 4 બાળમજૂરો ને મુક્ત કરાયા હતા. વિભાગ દ્વારા બાળમજૂરોને મજુરી કામે રાખનાર માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જીલ્લા શ્રમઆયુક્ત આસીસ્ટન્ટ કમીશ્નર દ્વારા બુધવારના રોજ મોડાસા નગર અને શામળાજી રોડ ઉપરની હોટલો, નાસ્તા હાઉસમાં ટાસ્ક ફોર્સ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતુ઼. લેબર વિભાગની ટાસ્ક ફોર્સ અને પાલીકાની ટીમ દ્વારા હાથ ધરાયેલ દરોડાની કાર્યવાહીમાં આવેલ હરીઓમ દાલબાટી, શામળાજી હાઇવે માર્ગ ઉપર ની મહાદેવ હોટલ અને મોડાસાના સાંઇ શક્તિ નાસ્તા હાઉસમાં કામ ઉપર રખાયેલ 4 બાળ મજુરો મળી આવતાં બાળમજૂરોને મુક્ત કરાવી હિંમતનગર ખાતેના બાલગૃહમાં મોકલી અપાયા હતા. જયારે બાળમજૂરોને કામ ઉપર રાખનાર ત્રણેય માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો