• Gujarati News
  • મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિનો ધીમે ધીમે જામતો રંગ, ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમવામાં મસગ

મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિનો ધીમે ધીમે જામતો રંગ, ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમવામાં મસગુલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિનો ધીમે ધીમે જામતો રંગ, ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમવામાં મસગુલ

નવરાત્રિ નિમિત્તે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને મહાકાલી માતાજીના મંદિરે ગરબા ચોકમાં ખેલૈયાઓએ ટ્રેડીશનલ ડ્રેસમાં સજજ થઇ સંગીતની સુરાવલી સાથે રાસ-ગરબા રમી ર્માંની આરાધના કરી હતી.નવરાત્રિનો તહેવાર એટલે યુવાધન માટે ખૂબ મહત્વનો હોય છે ત્યારે હિંમતનગરમાં સાંજ પડતાની સાથે મહિલાઓ અને યુવાનો રંગબેરંગી પોશાકમાં સજજ થઇને રાસ-ગરબા રમવા ચોકમાં આવે છે ત્યારે તેમની કેટલીક અદાઓ પ્રેક્ષકોમાં ધ્યાનાકર્ષક બની જાય છે.