• Gujarati News
  • પાઠયપુસ્તકમંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 516 શાળાઓમાં ધોરણ 9માં

પાઠયપુસ્તકમંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 516 શાળાઓમાં ધોરણ-9માં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાઠયપુસ્તકમંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 516 શાળાઓમાં ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીઓને બીજા સેમિસ્ટરના અંદાજે 66 હજારથી વધુ પુસ્તકોની ફાળવણી કરાઇ હતી. પરંતુ તે પૈકીના કેટલાક પુસ્તકો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સિનિયર કલાર્ક ભરત પંડિતે બારોબાર વેચી દીધા હોવાનું ખૂલતાં પુસ્તકો કયાં કોને વેચાયા છે તેની તપાસનો ધમધમાટ મંગળવારથી શરૂ થઇ ચૂકયો છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થોડાક દિવસ અગાઉ બંને જિલ્લાની શાળાઓના કર્મચારીઓને પુસ્તકો લેવા માટે હિંમતનગર બોલાવાયા હતા. પરંતુ તેમને ફાળવેલા પુસ્તકોનો જથ્થો અપાતાં હોબાળો થયો હતો અને તેની જાણ તત્કાલિન શિક્ષણાધિકારી વિષ્ણુભાઇ ચૌધરીને થતાં તેમણે ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી હતી. જેમાં પુસ્તક કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

{ત્રણ સભ્યોની તપાસ સમિતિએ ભાંડો ફોડ્યો

66 હજાર પુસ્તકો ગયા ક્યાં તંત્ર તપાસમાં લાગ્યું

સરકારી પુસ્તકોનું પણ બારાબારિયું

મંગળવારે સાબરકાંઠાજિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અનેક સંઘો અને મંડળોએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને. રૂબરૂ મળીને જણાવ્યુ હતું કે હિંમતનગર સ્થિત શિક્ષણાધિકારી કચેરીમાં આવતા અરજદારોને પડતી મુશ્કેલીઓ માટે બેજવાબદાર કર્મચારીઓને પાઠ ભણાવવા માટે અનુરોધ કર્યો હતો.

શિક્ષણાધિકારીની કચેરીને બોધપાઠ ભણાવો