Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુકડીયા પાસે આડસો મૂકી અવરોધ કરતા 18 વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
ઇડરનાબડોલી ગામ પાસે આવેલ કુકડીયા પાટીયા પાસે બુધવારે ગુજરાત બંધના એલાન દરમિયાન 18થી વધુ તથા 130ના ટોળાએ રોડ પર આવી જઇ અડચણો મૂકી વાહનોને જતા અટકાવવા માટે આડશો મૂકી હતી. કલેકટરના જાહેરનામાનો ભંગ થતાં બડોલી આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે 18 સહિત 130ના ટોળા સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બુધવારે દલિત સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ઇડર તાલુકાના બડોલી તથા અન્ય વિસ્તારમાં બંધ પળાયો હતો. દરમિયાન બડોલી ગામના કૌશિકભાઇ પશાભાઇ વણકર, દશરથભાઇ મગાભાઇ વણકર, દિપકભાઇ વાલાભાઇ વણકર, પ્રવિણભાઇ રામાભાઇ વણકર, ભાવેશભાઇ કચરાભાઇ સુતરીયા, કલ્પેશભાઇ કચરાભાઇ સુતરીયા, કલ્પેશભાઇ અળખાભાઇ સુતરીયા, ગિરધરભાઇ વાલાભાઇ વણકર, જગદીશભાઇ દેવાભાઇ વણકર, દિવ્યાંગભાઇ મણાભાઇ વણકર, નરેશભાઇ મોતીભાઇ વણકર, હસમુખભાઇ ..અનુસંધાન8 પર
કુકડીયા પાસે
અળખાભાઇવણકર, શૈલેષભાઇ ધનાભાઇ વણકર, હિતેષભાઇ ધુળાભાઇ વણકર, કમલેશભાઇ મગનભાઇ વણકર, અમરતભાઇ લખાભાઇ વણકર, સતિષભાઇ કોદરભાઇ વણકર તથા વીણાબેન કલ્પેશભાઇ વણકર સહિત 130થી વધુના ટોળાએ રોડ પર આવી જઇ આડશો મૂકી વાહન વ્યવહાર અટકાવી દઇ શાંત વાતાવરણમાં ખલેલ પહોંચાડી હતી. જેથી જાહેરનામાનો ભંગ થતાં બડોલી આઉટપોસ્ટના કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ શેતાનસિંહે તેમની વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.