તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણપુરમાં લીઝધારકે ખોદકામ કરતાં વર્ષો જુની લાશો નીકળી, માપણી માટે મામલતદાર દોડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણપુરમાં લીઝધારકે ખોદકામ કરતાં વર્ષો જુની લાશો નીકળી, માપણી માટે મામલતદાર દોડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના પાણપુર ગામમાં દલિતોના સ્મશાન માટે ફાળવેલી જગ્યામાં એક લીઝધારકે આડેધડ ખોદકામ કરી દેતા બુધવારે જમીનમાં દફનાવેલી વર્ષો જૂની કેટલીક લાશો બહાર આવેલી હોવાના મામલે વિવાદ થતા જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગુરૂવારે ખાણ-ખનિજ, ડીએલઆર તથા મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સ્મશાન તથા ખનિજ વિભાગ દ્વારા મંજુર કરાયેલ જમીનની માપણી કરવાની કામગીરી હાથ ધરી હતી.

હિંમતનગર તાલુકાના પાણપુર વિસ્તારમાં રહેતા દલિતો માટે સરકાર દ્વારા મૃતકોની દફનવિધિ માટે સ્મશાનગૃહની જમીનની કેટલાક વર્ષો અગાઉ ફાળવણી કરવામાં આવી હતી. જેમાં દલિત સમાજ દ્વારા દફનવિધિની કામગીરી કરવામાં આવતી હતી. જમીનની બાજુમાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા સર્વે નં.568 પૈકીની જમીનમાં 0.75 હેકટરમાં હિબ્બજુર રહેમાન અબ્દુલહમીદ તાંબડીયાના નામે લીઝ મંજુર કરવામાં આવી હતી. જેના પાવરદાર તરીકે નજમીભાઇ અબ્દુલભાઇ દારૂવાલા કામગીરી કરી રહ્યા હતા.

વર્ષ 2009માં 10 વર્ષ માટે મંજુર કરાયેલી સેન્ડ સ્ટોન ખનિજની લીઝમાં લીઝધારક દ્વારા ખોદકામ કરવામાં આવતું હતું. કવોરીના સંચાલક નજમીભાઇ અબ્દુલભાઇ દારૂવાલા બુધવારે પાણપુર ગામના દલિત સમાજના સ્મશાનગૃહમાં સ્મશાનગૃહ માટે ફાળવેલી જમીનમાં ખોદકામ કરતા કેટલીક લાશો બહાર આવી હતી. જેને મજૂરો દ્વારા બહાર ફેંકી દેવામાં આવતા દલિત સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. અંગે જિલ્લા કલેકટર પી.સ્વરૂપને જાણ થતાં ગુરૂવારે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓને ઘટના સ્થળે મોકલી ..અનુસંધાન8 પર

પાણપુરના સ્મશાન

તપાસનોઅહેવાલ રજુ કરવા માટેનો આદેશ કર્યો હતો.

અંગે ખાણ-ખનિજ વિભાગના અધિકારી કે.કે.વ્યાસે જણાવ્યુ હતું કે સેન્ડ સ્ટોન ખનિજની લીઝ તા.26/2/2009ના રોજ મંજુર કરવામાં આવી હતી. જે લીઝની મુદત 10વર્ષની નિર્ધારીત કરાઇ છે. ત્યારબાદ રીન્યુઅલ અરજીની મંજુરી મળતા તા.13/4/2018ના રોજ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કરારખત કરવામાં આવ્યો હતો અને પાવરદાર નજમીભાઇ અબ્દુલભાઇ દારૂવાલા દ્વારા ખોદકામ કરાઇ રહ્યુ છે. પાણપુર ગામના દલિતોની રજુઆત બાદ સ્થળનું પંચનામુ તથા લીઝની માપણી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

લીઝધારકની લીઝ નામંજૂર કરવા માંગ

પાણપુરગામના દલિત સમાજના અગ્રણી નરેશભાઇ પરમાર, રમેશભાઇ ચૌહાણ, જગદીશભાઇ પરમાર સહિતના સમાજના લોકોએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે એક વર્ષ અગાઉ પણ દલિત સમાજના સ્મશાનગૃહમાં ગેરકાયદેસર ખોદકામ કરવાની ઘટના બની હતી. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બુધવારે લીઝધારક નજમીભાઇ અબ્દુલભાઇ દારૂવાલાએ ખોદકામ કરતા સ્મશાનમાં દાટેલી લાશો બહાર આવી ગઇ હતી. જેના કારણે દલિત સમાજમાં વ્યાપક આક્રો ફેલાયો છે. ગેરકાયદેસર ખોદકામ કરતા લીઝધારકની લીઝ નામંજુર કરવામાં આવે તેવી માગણી પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો