તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સવગઢ પાસેથી ઓવરલોડ રેતી ખનિજ ભરેલી બે ટ્રકો ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવગઢ પાસેથી ઓવરલોડ રેતી ખનિજ ભરેલી બે ટ્રકો ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
6 શિક્ષકોની બદલી પછી નાનીઇસરોલની શાળા ખુલી

મોડાસાતાલુકાની નાનીઇસરોલ પ્રાથમિક શાળામાં બે શિક્ષકો બાથમબાથ આવતાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી. અગ્રણીઓની સમજાવટ અને શિક્ષણ સમિતિના યોગ્ય નિર્ણય બાદ શાળાના તમામ શિક્ષકો હટાવવાની ગ્રામજનોની માંગ સંતોષાઇ હતી. અને નાનીઇસરોલ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોની તાલુકા ફેરબદલી કરાઇ હતી.

છેલ્લા ત્રણ વર્ષથી તાલુકાની નાનીઇસરોલ પ્રાથમિક શાળામાં અવનવા પ્રશ્નો સર્જાતા શાળા વિવાદે ચડી હતી અને આખરે હદ તો ત્યારે વટાવાઇ કે જયારે ચાલુ શાળાએ શાળાના બે શિક્ષકો બાથોબાથ આવ્યા અને એકબીજાના કપડાં શુધ્ધાં ફાડી નાંખ્યા. વારંવારના વિવાદોથી રોષે ભરાયેલા સમગ્ર ગ્રામજનોએ શાળાના શિક્ષકોને શાળા બહાર કાઢી શાળામાં તાળાબંધી કરી દેતાં સમગ્ર જીલ્લામાં ચકચાર મચી હતી. છેલ્લા ત્રણ દિવસથી શાળામાં ફરમાવાયેલી તાળાબંધી અને ખોરવાતા શિક્ષણની ચીંતીત બનેલા જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શુભેન્દ્રસિંહ સીસોદીયાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સીઆરસી સહિતના અધિકારીઓની ટીમ નાનીઇસરોલ ગામે મોકલી આપી હતી. અને શાળાના તમામ શિક્ષકોની તાલુકા ફેરબદલી કરી જુથના અન્ય શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. ભાજપના મહામંત્રી એસ.એમ.ખાંટ, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સોમસિંહ પરમાર, કાંતીભાઇ ખાંટ, જીલ્લા પંચાયત સદસ્ય શામળસિંહ સહિતના અગ્રણીઓએ તંત્ર દ્વારા કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પ્રત્યે ગ્રામજનોનુ઼ ધ્યાન દોરી ગ્રામજનો સાથે સમજાવટની ..અનુસંધાન8 પર

નાનીઇસરોલની

બેઠકહાથ ધરતાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખી ગ્રામજનોએ તાળાબંધી દૂર કરી હતી. શાળાના તમામ શિક્ષકોને અન્યત્ર ખસેડાતાં ગ્રામજનોએ હાથ ધરેલ મક્કમ માંગનો વિજય થયો હતો. અને ચોથે દિવસે શાળાના દરવાજા ખુલતાં અભ્યાસ માટે દોડી આવેલા વિદ્યાર્થીઓથી શાળા ગુંજી ઉઠી હતી.

શાળાના શિક્ષકો તાલુકા બહાર ફરજ બજાવશે : ચેરમેન(શિક્ષણ સમિતિ)

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શુભેન્દ્રસિંહ સીસોદીયા ના જણાવ્યા મુજબ નાની ઇસરોલ ગ્રામજનોની માંગ પરત્વે અને શાળામાં વકરેલી પ્રશ્નો પરત્વે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી અને શાળાના તમામ યે શિક્ષકોને તાલુકા બહાર ફરજ સોંપાઇ છે. હાલ શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા જુથના શિક્ષકોને ફરજ સોંપાઇ છે. અને પ્રશ્નનો કાયમી ઉકેલ આવેથી શાળામાં અન્ય શિક્ષકોની બદલી કરાશે.

સવગઢનજીક

ટ્રાન્સપોર્ટરોદ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. સવારથી રેતી ખનિજ ભરેલી ટ્રકો અને ડમ્પરોની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સવગઢ નજીક બે ઓવરલોડ ટ્રકો ઝડપાઇ હતી. જેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે પ્રાંતિજ નજીક તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર રેતી ખનિજની હેરાફેરી કરતા બે ટ્રેકટરો ઝડપાતા પ્રાંતિજ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.

શિક્ષકોને તાલુકા બહાર ખસેડાયાં

શિક્ષક હંગામી સોંપાયેલ ફરજ

}ધવલકુમાર શશીકાન્તભાઇ ભટ્ટ બોરડી પ્રા.શાળા,તાલુકો-બાયડ

} જીતેન્દ્રભાઇ એમ.મકવાણા લુસડીયા પ્રા.શાળા (ભિલોડા)

} વીમળાબેન બી.ગામેતી ભોજપુર પ્રા.શાળા ,તા.માલપુર

} ભારતીબેન રાઠોડ ગણેશખાંટના મુવાડા,તા.માલપુર

} પાયલબેન ડી.ભટ્ટ ગોપાલપુરા ,તા.ધનસુરા

} અશોકભાઇ પટેલ નવાગામ, તા.મેઘરજ

નાનીઇસરોલ પ્રાથમિક શાળામાં તાળાબંધી હટાવાઇ. તસ્વીર-રાજેશ પટેલ

7 દિવસમાં કાયમી ધોરણે ઉકેલ નહીતર તાળાબંધી

ગ્રામજનોનાજણાવ્યા મુજબ બાળકોના શિક્ષણના વિશાળ હિતમાં હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા સ્વીકારાઇ છે. પરંતુ આગામી સોમવાર સુધીમાં પ્રશ્ને કાયમી નીકાલ નહી લવાય તો શાળાને પુન: તાળાબંધી કરાશે અને કલેકટર કચેરીએ ગ્રામજનો દ્વારા ધરણા યોજાશે.

} પકડાયેલ ટ્રેકટર

ટ્રેકટરનં.જીજે.9.વી.7770

ટ્રેકટર નં.જીજે.9.ઇ.3553

}ઓવરલોડ ખનિજ ભરેલી બે ટ્રકોની વિગતો

ટ્રક નંબર માલિકનું નામ ઓવરલોડ જથ્થો

જીજે.17.ટીટી.6939મહેન્દ્રભાઇ પ્રજાપતિ 6 ટન

જીજે.9.ઝેડ.1438 હિતેન્દ્ર શામજીભાઇ પટેલ 8 ટન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો