• Gujarati News
  • National
  • વડીયાવીર પાસેના બિલેશ્વર ધામમાં યાત્રી ભવન સાથે ભોજનાલયનું ઉદઘાટન, વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ

વડીયાવીર પાસેના બિલેશ્વર ધામમાં યાત્રી ભવન સાથે ભોજનાલયનું ઉદઘાટન, વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ્રણીઓની ઉપસ્થિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ નોટબંધી કરી તો અમોએ દારૂબંધી કરી છે. ગુજરાતની બહેનો દારૂડીયાના ત્રાસથી બચે અને તેમનો સંસાર સારો ચાલે તે જરૂરી છે અને રાજય સામાજીક તેમજ ધાર્મિક ક્ષેત્રે આગળ વધે તેવો અમારો ધ્યેય છે એમ વડીયાવીર પાસેના બિલેશ્વર ધામમાં પાટોત્સવ તેમજ યાત્રી ભવન-ભોજનાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.

યાત્રી ભવન-ભોજનાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, દેશમાં દેવી શકિતની પૂજા થાય છે અને ખરા અર્થમાં નારી શકિતનું સન્માન આપણી પરંપરા રહી છે રાજય વિકાસની સાથે ધર્મ સંસ્કાર ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યુ છે ધર્મ પરંપરા અને ધર્મ સંસ્કારો સામાજીક એકતાને જોડી રાખે છે અને તેનાથી સમાજ વ્યવસ્થા તેમજ સામાજીક એકતા જળવાઇ રહે છે અને તેના માટે રાજય સરકાર કટિબધ્ધ છે એટલે દારૂબંધીનો કડક અમલ તે દિશામાં નુ કદમ છે તેમ તેમણે કહ્યુ હતું.

પ્રસંગે મુખ્યમંત્રી તેમજ વિધાનસભા અધ્યક્ષે યાત્રી ભવન-ભોજનાલયના ઉદઘાટન સાથે સુવર્ણ જડીત ઘુમ્મલ આંબલસરાનું અનાવરણ પણ કર્યુ હતું પ્રસંગે મહંત શાંતિગીરીજી મહારાજે સ્વચ્છતા અભિયાન તેમજ સૈનિક રીલીફ ફંડમાં રૂા.1 લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. પ્રસંગે જિલ્લાના પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયા, સાંસદ દિપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી અશોકભાઇ જોષી સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વડીયાવીરમાં આવેલ બિલેશ્વર ધામમાં અંબાજી માતા મંદિરના છઠ્ઠા પાટોત્સવ તેમજ યાત્રી ભવન-ભોજનાલયના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે જિલ્લાભરમાંથી આગેવાનો સાથે ભકતજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. -તસ્વીર- રાકેશ નાયક

અન્ય સમાચારો પણ છે...