તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇડર પાસે બાઇકની ટક્કરે ઇલોલના પદયાત્રીનું મોત

ઇડર પાસે બાઇકની ટક્કરે ઇલોલના પદયાત્રીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના ઇલોલથી પગપાળા અંબાજી જવા નિકળેલ યુવાને બુધવારે ઇડરના બારેલા તળાવ પાસે એક બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન શુક્રવારે મોત નિપજ્યું હતું.

ઇલોલ ગામેથી પગપાળા અ઼બાજી જવા નિકળેલ રમેશસિંહ શામળસિંહ રાઠોડ (ઉ.વ.25)નું બુધવારે ઇડરના બારેલા તળાવ નજીકથી પસાર થઇ રહેલ દરમ્યાન બાઇક નં.3108ના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રમેશસિંહ રાઠોડને અમદાવાદ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન શુક્રવારે તેમનું મોત નિપજ્યું હતું. દલપતસિંહ શામળસિંહ રાઠોડે ઇડર પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...