• Gujarati News
  • National
  • ઇલોલમાં નડતરરૂપ ડીપી અન્ય જગ્યાએ ખસેડવા ગ્રામજનોની માંગ

ઇલોલમાં નડતરરૂપ ડીપી અન્ય જગ્યાએ ખસેડવા ગ્રામજનોની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવેને જોડતા માર્ગ પર ડીપી મુકતા અકસ્માતનો ભય

હિંમતનગરતાલુકાના ઇલોલ ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીચોકથી દેશોતર હાઇવેને જોડતા માર્ગ પર જીઇબી દ્વારા જાહેર રસ્તા પર મનસ્વી તેમજ નડતરરૂપ રીતે ઉભી કરાયેલી ડીપીને કારણે વાહનો માટે માર્ગ બંધ થતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીચોકથી દેશોતર હાઇવેને જોડતા વર્ષો જૂના માર્ગ પર જીઇબી દ્વારા નડતરરૂપ રીતે ઉભી કરાયેલી ડીપીથી વર્ષો જૂનો માર્ગ વાહનો માટે બંધ થયો છે. જેના કારણે ગાંધીચોક, પરબડી વિસ્તાર, રાજપુતવાસ તથા દરબારગઢ વિસ્તારના ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. જીઇબી તથા ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં ઠેર ઠેર ઉભા કરાયેલ નડતરરૂપ થાંભલા તથા ડીપી કોઇ અકસ્માત સર્જાય તે પહેલા તાકીદે તેને દૂર કરાવા યોગ્ય કાર્યવાહી કરાય તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...