• Gujarati News
  • National
  • કચ્છના નલીયા સામુહિક દુષ્કર્મ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર

કચ્છના નલીયા સામુહિક દુષ્કર્મ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરખાતે ગુરૂવારે સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરોએ કચ્છના નલીયામાં બનેલ સામુહિક દુષ્કર્મ ઘટનાના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જઇ દુષ્કર્મમાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ સખ્તાઇના પગલા ભરવા તેમજ સીટનું ગઠન કરી નિષ્પક્ષ તપાસ કરવા સંદર્ભનું આવેદનપત્ર આપ્યુ હતું.

સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, જિ.પં.કારોબારી અધ્યક્ષ હર્ષદભાઇ પટેલ, ઇમરાન દાવડા, મુદ્સર વિજાપુરા, નિતિન પરમાર સહિતના કાર્યકરોએ ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરીએ જઇ કચ્છના નલીયા ખાતે બનેલી સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપ્યુ હતું. અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં દુષ્કર્મ કરનાર તમામ આરોપીઓને પકડી તેમની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી સાથે ન્યાયાલય દ્વારા સીટનું ગઠન કરી નિષ્પક્ષ તપાસની માગણી કરાઇ હતી.

કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યુ

અન્ય સમાચારો પણ છે...