• Gujarati News
  • રાયપુરમાં માટી લેવાના પ્રશ્ને ઝઘડો,ચાર વિરુદ્ધ ફરિયાદ

રાયપુરમાં માટી લેવાના પ્રશ્ને ઝઘડો,ચાર વિરુદ્ધ ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના રાયપુર ગામે માટી લેવા ગયેલા શખ્સ પર ચાર જણાએ હુમલો કરતાં ઇજા થઇ હતી.

રાયપુર ગામના શ્રવણસિંહ ભીખુસિંહ મકવાણા શુક્રવારે કોતરોમાં માટી લેવા ગયા હતા ત્યારે અનિલકુમાર રતિલાલ પટેલ, ભાઇલાલભાઇ રામજીભાઇ પટેલ, મણીભાઇ ધનજીભાઇ પટેલ અને પંકજભાઇ પુરૂષોત્તમભાઇ પટેલે શ્રવણસિંહને કેમ માટી લેવા આવ્યા છો તેમ કહી માર માર્યો હતો. જેથી શ્રવણસિંહ મકવાણાએ શનિવારે ચારેય જણા વિરુદ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.