- Gujarati News
- હિંમતનગરની મહિલાને પતિ અને સાસુ દ્વારા છુટાછેડાની ધમકી
હિંમતનગરની મહિલાને પતિ અને સાસુ દ્વારા છુટાછેડાની ધમકી
હિંમતનગરનાસહકારી જીન વિસ્તારમાં આવેલ અતિથિ પાર્કમાં રહેતી મહિલાને તેના પતિ તથા સાસુ દ્વારા અવારનવાર છુટાછેડા લેવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મહિલાએ શુક્રવારે મહિલા પોલીસ સ્ટેશનમાં બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અત્રેના અતિથિ પાર્કમાં રહેતા ડિમ્પલબેન સંજયકુમાર પંડયાના લગ્ન હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ મંગલમ સ્ટ્રીટમાં રહેતા હાર્દિક સુધીરભાઇ જોષી સાથે થયા હતા. ત્યારબાદ ડિમ્પલબેનના પતિ હાર્દિકભાઇ જોષી અને સાસુ રીટાબેન સુધીરભાઇ જોષી દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ છુટાછેડા આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી ડિમ્પલબેને શુક્રવારે પતિ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.