તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિંમતનગરવાસીઓ વધુ રૂ.10 સફાઇવેરો ભરવા માટે તૈયાર રહે

હિંમતનગરવાસીઓ વધુ રૂ.10 સફાઇવેરો ભરવા માટે તૈયાર રહે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં શહેરીજનો પાસે લેવાતા સફાઈ વેરામાં રુ. 10નો વધારો કરવનો નિર્ણય લેવામાંં આવ્યો છે.

હિંમતનગર પાલિકા પ્રમુખ શંકરભાઇ કહારના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી સામાન્ય સભામાં એજન્ડા મુજબ થયેલી ચર્ચા દરમિયાન હિંમતનગરવાસીઓ પાસેથી લેવામાં આવતા સફાઇવેરામાં રૂ.10 નો વધારો કરવા ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવાયો હતો. જેથી એપ્રિલ માસથી હિંમતનગરવાસીઓને રૂ.130 ચૂકવવા પડશે એમ કારોબારી અધ્યક્ષ જે.ડી.પટેલ અને ચીફ ઓફીસર પ્રણવ પારેખે જણાવ્યુ હતું. જોકે રાજય સરકાર દ્વારા કરાયેલા પરિપત્ર અંતર્ગત સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા માટે વધારો કરવો પડયો છે. ઉપરાંત સામાન્ય સભામાં હિંમતનગરના સિટી સર્વે નં.70

...અનુસંધાનપેજ નં. 8

વિરોધ પક્ષના નેતાએ વિરોધ દર્શાવ્યો

પાલિકાનાવિરોધપક્ષના નેતા ઇશાકભાઇ શેખએ મંગળવારે મળેલી સામાન્ય સભામાં શહેરના નાગરિકોને ચોખ્ખુ અને પુરતા પ્રમાણમાં પાણી મળતુ હોવાની રજુઆત કરી શહેરના નાગરિકો પર વધારેલા ખાસ પાણી વેરા સામે વિરોધનો સૂર રજુ કર્યો હતો. ઉપરાંત વોર્ડ નં.4માં બનાવાયેલા આવાસોમાં શૌચાલયની સુવિધા તાકીદના ઉલબ્ધ કરાવવા રજુઆત કરી હતી.

હિંમતનગર પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભામાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. તેમજ વિકાસ કામો અંગે પણ ચર્ચા કરાઇ હતી. તસ્વીર : ભાસ્કર