તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી |જીસીઈઆરટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |એચ.એન.એસ.બી. સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે એન.એસ.એસ. યુનિટના ઉપક્રમે બી.એસ.સી. સેમ-3 અને 5 તથા એમ.એસ.સી.ના 20 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. તદ્પરાંત સપ્તધારા, કલા, કૌશલ્યધારા અંતર્ગત 40 વિદ્યાર્થીઓએ મહેંદી, ચિત્ર કોલાજ, સ્પોટ ફોટોગ્રાફીમાં ભાગ લીધો હતો. કેમેસ્ટ્રી ઇન અવર ડેઇલી લાઇફ વિષયના પોસ્ટર પ્રેઝન્ટેશનમાં સેમેસ્ટર-5 ના 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય બી.એસ.પટેલે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.


શામળાજી |જીસીઈઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી દ્વારા ગુરૂવારે યાત્રાધામ શામળાજી ખાતે આવેલી શ્રીમતી એચ.પી.ઠાકર વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં મેશ્વો શાળા વિકાસ સંકુલ શામળાજી તેમજ ભિલોડાની શાળાઓમાંથી જુદીજુદી કૃતિઓ રજુ કરાઈ હતી. પ્રસંગે નરેશભાઈ.ડી.પટેલ, મહેન્દ્રભાઈ.બી.પટેલ, મહેન્દ્રભાઈ.પી.પટેલ, પ્રભુદાસભાઇ.જે.પટેલ, ગજાનંદભાઈ પ્રજાપતિ અને નોડેલ કન્વીનર આર.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગરની HNSB સાયન્સ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

શામળાજીની માધ્યમિક શાળાઓનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...