તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરની વિદ્યાર્થીનીને ડેન્ગ્યુ ભરખી જતાં તંત્રએ જાગૃતિ ઝૂંબેશ હાથ ધરી

હિંમતનગરની વિદ્યાર્થીનીને ડેન્ગ્યુ ભરખી જતાં તંત્રએ જાગૃતિ ઝૂંબેશ હાથ ધરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરની12 વર્ષીય કિશોરીને ડેન્ગ્યુ ભરખી જતાં જિલ્લા આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યુ છે અને અલગ અલગ ટીમો બનાવી શિક્ષકો, બાળકોમાં મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે માટે પત્રિકા વિતરણ, પોળાનાશક કામગીરીનું નિદર્શન અને મીટીંગો યોજી સમજણ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હિંમતનગર શહેરની સૌરભ વિદ્યાલયમાં શાળામાં ધોરણ-6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ડેન્ગ્યુ ભરખી જતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ હતું અને શાળામાં સંગ્રહિત પાણીમાંથી પોળા મળી આવતા બીજા શબ્દોમાં ડેન્ગ્યુના મચ્છરનું બ્રીડીંગ જોવા મળતાં આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યુ છે અને જિલ્લાભરની શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગ અંતર્ગત જાગૃત કરવા ઝૂંબેશ હાથ ધરી છે.

આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ જણાવ્યુ હતું કે, અર્બન હેલ્થ ઓફીસર સહિતની ટીમો બનાવી શાળાઓમાં મોકલવામાં આવી રહી છે અને પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. બાળકોને શાળાના પ્રિન્સીપાલ, સંચાલકો દ્વારા આખી બાંયના યુનિફોર્મ પહેરવાની છૂટ અપાય તેવી સમજણ આપવામાં આવી રહી છે.

12 વર્ષની કિશોરી મૃત્યુ પામી’તી

અન્ય સમાચારો પણ છે...