તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાબરકાંઠામાં 73 નવા મતદાન મથકો ઉમેરાયા

સાબરકાંઠામાં 73 નવા મતદાન મથકો ઉમેરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીપંચદ્વારા મતદારયાદી સુધારણા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત માન્યતા પ્રાપ્ત પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં 73 નવા મતદાન મથકો ઉમેરાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

ખાસ સંક્ષિપ્ત સુધારણા-2017 કાર્યક્રમ અંતર્ગત 15 સપ્ટેમ્બર 2016થી 1 જાન્યુઆરી 2017 ના રોજ લાયકાત ધરાવનાર મતદારોના નામનો સમાવેશ કરવામાં આવનાર છે. રાજય ચૂંટણીપંચના આદેશ-સુચના મુજબ હિંમતનગર વિધાનસભામાં 9, ઇડરમાં 9, ખેડબ્રહ્મામાં 22 તથા પ્રાંતિજમાં 16 નવા મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નવીન બીએલઓ તેમજ સુપરવાઇઝરની નિમણુક કરવામાં આવી છે.

રાષ્ટ્રીય મતદાર શુધ્ધતા અભિયાન અંતર્ગત અક્ષમ વ્યકિતઓને સમાવેશ કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવનાર છે. હિંમતનગરમાં 322, ઇડરમાં 338, ખેડબ્રહ્મામાં 301 અને પ્રાંતિજમાં 294 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગ્રામ-વોર્ડ સભાઓ યોજી 18, 25 સપ્ટે. અને 9 ઓકટોમ્બર રવિવારના રોજ યોજાનાર મતદાર સુધારણાયાદી ઝૂંબેશને સફળ બનાવવા જણાવાયુ હતું.

રાજકીય પ્રતિનિધિઓની બેઠક

અન્ય સમાચારો પણ છે...