• Gujarati News
  • National
  • સરકારી કાર્યક્રમોમાં કોંગી હોદ્દેદારોની બાદબાકીના વિરોધમાં ધરણાં યોજ્યાં

સરકારી કાર્યક્રમોમાં કોંગી હોદ્દેદારોની બાદબાકીના વિરોધમાં ધરણાં યોજ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદર્શન| જિ.પં. કચેરી આગળ ધારાસભ્યની આગેવાનીમાં વિરોધ

તંત્ર નહીં સુધરે તો જિ.પં.ને તાળાબંધી કરવાની ચીમકી

ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકામાં કોંગી ધારાસભ્ય, જિલ્લા-તાલુકા પંચાયત સદસ્યો તથા પદાધિકારીની સતત અવગણના કરી સરકારી અધિકારીઓ ભાજપના માજી ધારાસભ્ય તથા તેમના મળતિયાઓ દ્વારા ખાતમુહૂર્ત તથા લોકાર્પણના કામો કરાવતા હોવા મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી મંગળવારે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, પક્ષના જિલ્લા પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, હિંમતનગર તાલુકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિત કાર્યકર્તાઓએ ધરણાં પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

અગ્રણીઓએ જણાવ્યુ કે, જિલ્લામાં સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને નહીં બોલાવી કિન્નાખોરી રાખી જન પ્રતિનિધિઓનું અપમાન કરાય છે. જો અધિકારીઓ યોગ્ય પગલાં ભરી સરકારી કાર્યક્રમોમાં પદાધિકારીઓને નહીં બોલાવાય તો જિલ્લા પંચાયત કચેરીએ તાળાબંધી તેમજ સરકારી કાર્યક્રમોનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હિંમતનગર જિ.પંચાયત કચેરી આગળ ધરણાં કરાયા હતા.- અશોકરાવલ

અન્ય સમાચારો પણ છે...