આગ ઓકતી ગરમીમાં લોકો શેકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોંધાયેલો ગરમીનો પારો


સમગ્રરાજ્યમાં અચાનક હીટવેવની અસર શરૂ થઈ જતા ઉત્તર ગુજરાતનું ડીસા રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બની ગયું હતું. ત્યારે મંગળવારે ઉત્તર ગુજરાતમાં તાપમાન 1 ડિગ્રી ઘટ્યું હતું પણ હિટવેવ જારી રહેતાં લોકો રસતસર ગરમીમાં શેકાયા હતા. મંગળવારે ડીસા હવામાન કચેરી ખાતે તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મોડાસામાં 43.5, હિંમતનગરમાં 43 ડિગ્રી પારો નોંધાયો હતો.

ઉનાળાના પ્રારંભે છેલ્લા ચાર દિવસથી અરવલ્લી જિલ્લામાં અસહ્ય ગરમીનો પ્રકોપ વધતા જિલ્લાવાસીઓ અકળાઇ ઉઠ્યા છ. રવિવારના રોજ 40 સે. પહોે઼ચેલ મહતમ ગરમીનો પારો મંગળવારે 43.5 સે. પહોંચી ગયો હતો.

આગ ઓકતી ગરમીથી પશુ, પંખી સહિતના અબોલા જીવો અને માનવજીવન પણ મહદઅંશે પ્રભાવિત થયુ હતુ. મંગળવારના રોજ મહતમ તાપમાન નો પારો 43.5 સે નોંધાયો હતો. કાળઝાળ ગરમીથી પંથકમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જ્યારે માર્ગો સુમસામ બન્યા હતા. ખુલ્લા આકાશ નીચે કામ કરવા મજબુર એવા શ્રમજીવીઓ, ખેતમજૂરોની હાલત સૌથી વધુ કફોડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...