• Gujarati News
  • National
  • મહેસુલી કેસોની વિગત વેબસાઇટ પરથી જાણી શકાશે

મહેસુલી કેસોની વિગત વેબસાઇટ પરથી જાણી શકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનીમહેસુલી કોર્ટોમાં જમીનને લગતા જે કેસ ચાલતા હોય છે તે પૈકી મામલતદાર, સીટી સર્વે અધિકારી દ્વારા લેવામાં આવેલ નિર્ણય સામે નાયબ કલેકટરને અપીલ કરી શકાય છે. નાયબ કલેકટરની કચેરીમાં ચાલતા કેસોની સુનાવણી માટે સમય અને તારીખ નક્કી કરી પક્ષકારોને નોટીસ ઇશ્યુ કરવામાં આવે છે. નોટીસો અમુક સમયે પક્ષકારોને મળતી નથી અથવા તો વિલંબથી મળે છે. સમસ્યા દૂર કરવા નાયબ કલેકટર હિંમતનગરની કચેરીમાં ચાલતા કેસોનું સ્ટેટસ જાણવા www.rcms.guj.nic.in અથવા e-collector વેબસાઇટ ખોલી આર.સી.એમ.એસ.માં જઇ નાયબ કલેકટરની કચેરી સિલેકટ કરી જે કેસનું સ્ટેટસ જોવુ હોય તે કેસ નંબર લખવાથી તમામ વિગતો મળી રહેશે. અગર હુકમ થયેલ હશે તો હુકમની નકલ પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...