• Gujarati News
  • National
  • કંટ્રોલ રૂમના ફોન ઉપર મહિલા કર્મીઓને પજવતો ટેલિફોન રોમિયો ઝડપાયો

કંટ્રોલ રૂમના ફોન ઉપર મહિલા કર્મીઓને પજવતો ટેલિફોન રોમિયો ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નાગરીક સુરક્ષા અને મદદ માટેનાં નંબર ઉપર અવાર નવાર ફોન કરી બિભત્સ વર્તન કરનાર ટેલીફોન રોમીયોને પોલીસે ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરી પદાર્થ પાઠ ભણાવાય તેવી લાગણી પ્રર્વતી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમનો નંબર ડાયલ કરી મહિલા પોલીસકર્મીને એક વ્યક્તિ હેરાન કરી રહ્યો હતો અને ધમકીઓ પણ આપતો હતો. અા અંગે મહિલા પોલીસકર્મીએ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ મંગળવારે પોલીસે ટેલીફોન રોમીયોને ઝડપી પાડ્યો હતો. વસીમ મુસ્તાકમીયા રસુલમીયા સીપાહી (રહે. આવાસ યોજના હસનનગર)ની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...