• Gujarati News
  • National
  • સાતમાં પગારપંચ મુદ્દે UGVCLના ઇજનેરો માર્ચમાં આંદોલન કરશે

સાતમાં પગારપંચ મુદ્દે UGVCLના ઇજનેરો માર્ચમાં આંદોલન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુજીવીસીએલના એન્જીનિયર એસો. દ્વારા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી સાતમાં પગાર પંચના અંશત: લાભ નહીં પરંતુ પર્યાપ્ત લાભ મળે તેવી માંગ સાથે માર્ચ માસમાં જીઇબી એન્જીનીયર્સ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવનાર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે યુજીવીસીઅેલના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે પરંતુ એન્જીનિયર્સ એસોસીએશને સરકારની ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યો નથી. જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન હિંમતનગર દ્વારા સોમવારે કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્ર અંગે એસ.ઇ.એલ.એફ. ડાભીએ વિગત આપતા જણાવ્યું કે, જીઇબીના એન્જીનીયર 24 કલાકની ડ્યુટી સંભાળે છે સરકારે સાતમા પગાર પંચનો સ્વીકાર કર્યો છે પરંતુ અસંતોષ છે. જેથી અગામી 07 માર્ચ ના રોજ હાજીપુરા પાવરહાઉસ કેમ્પસ આગળ એક દિવસના પ્રતિક ઉપવાસ - ધરણા, તા. 13 માર્ચ થી વર્ક ટુ રૂલ,14 માર્ચના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ ત્યારબાદ તમામ એન્જીનિયર્સ 20 માર્ચના રોજ માસ સીએલ પર જશે અને 26 માર્ચથી હડતાલ પર ઉતરશે. સાતમા પગારપંચના મામલે જીઇબી એન્જીનીયર એસોસીએશન દ્વારા આંદોલન છેડવામાં આવી રહ્યું છે. ત્યારે સમાધાન નહીં થાય તો ઉનાળો વધુ આકરો બનશે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...