• Gujarati News
  • 13 પશુ ચોરીઓમાં સંડોવાયેલ બે શખ્સની પાસા હેઠળ ધરપકડ

13 પશુ ચોરીઓમાં સંડોવાયેલ બે શખ્સની પાસા હેઠળ ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠામાંપશુ ચોરીઓના 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બે જણાને ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પોલીસ વડા પી.એલ.માલની સુચનાથી મૂળ મોડાસાના અને હાલમાં હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં રહેતા નાઝુમ ઉર્ફે નાઝીમ કાલુ ઉંમર મુલતાની અને હનીફ સાબીર ઉર્ફે સેવા મુલતાનીની પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટર બંછાનિધિ પાનીએ બંને શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.એમ.આલની રાહબરી હેઠળ પી.એસ.આઇ. કે.ડી.બ્રહ્મભટ્ટની ટીમએ બંને શખ્સોની હિંમતનગરમાંથી બુધવારે ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પશુ ચોરીઓના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને હાલમાં અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે.

કયા પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના

પોલીસસ્ટેશનગુના

હિંમતનગર2

ઇડર4

ગાંભોઇ2

પ્રાંતિજ2

તલોદ2

જાદર1