• Gujarati News
  • 33 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

33 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: પાલિકાદ્વારા શહેરને પ્લાસ્ટીક ફ્રી બનાવવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે ત્યારે બુધવારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક મારૂતીવાનમાંથી અંદાજે 133 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી તેના માલિક પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. હિંમતનગરને પ્લાસ્ટીક ફ્રી બનાવવા માટે નગરપાલિકા દ્વારા નિર્ધાર કરાયો છે ત્યારે બુધવારે આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સપેકટર રાજેન્દ્રસિંહ ચૌહાણ, દીપકભાઇ જાની અને વોર્ડ સેનેટરી જમાદારો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. દરમિયાન ગુલશનવા પ્લાસ્ટીકના માલિકની વાનમાં ડિસ્પોજેબલ ગ્લાસ તથા પ્લાસ્ટીકની થેલીઓ ચેકીંગ દરમિયાન મળી આવી હતી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા 133 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂા.3 હજાર વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.