• Gujarati News
  • સાબરકાંઠા બેંકના ચેરમેન ની 8 મીએ ચૂંટણી યોજાશે

સાબરકાંઠા બેંકના ચેરમેન ની 8 મીએ ચૂંટણી યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કાયદાની ઘાંચમાં સપડાઇ હતી. જેના કારણે બેંકના ડિરેકટરોએ હાઇકોર્ટમાં રીટ કરી હતી. જેની બુધવારે સુનાવણી થતાં બે ન્યાયાધીશોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી તા.8 ડિસેમ્બરે કરવા માટે બેંકના ચૂંટણી અધિકારીને આદેશ કર્યો હતો. સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની આડે કાયદાકીય વિઘ્ન આવતા થોડા દિવસ અગાઉ જે દિવસે ચૂંટણી થવાની હતી તે દિવસે ટ્રીબ્યુનલમાંથી બેંકના એક ડિરેકટરે મનાઇ અનુસંધાનપાના નં.8

હુકમલાવતા પ્રથમ સભા મુલતવી રહી હતી. જેથી બેકના ડિરેકટર મુકેશભાઇ પટેલ સહિત અન્ય 12 ડિરેકટરોએ હાઇકોર્ટમાં રીટ કરી હતી.

જે સંદર્ભે હાઇકોર્ટના ન્યાયાધીશ આર.ડી.કોઠારી અને એમ.આર.શાહની ખંડપીઠમાં બુધવારે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ચૂંટણી અધિકારી એમ.કે.વ્યાસને આગામી તા.8/12/14 ના રોજ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટે પ્રથમ સભા બોલાવાના આદેશ કર્યા હતા. જે સંદર્ભે ચૂંટણી અધિકારીએ તરત જાહેરનામુ પ્રસિધ્ધ કરી દીધુ છે.