• Gujarati News
  • National
  • સાબરડેરી પાસે કેનાલમાં પગ લપસતાં પીપલોદી ગામનો 8 વર્ષનો બાળક ડૂબ્યો

સાબરડેરી પાસે કેનાલમાં પગ લપસતાં પીપલોદી ગામનો 8 વર્ષનો બાળક ડૂબ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડી સાંજ સુધી શોધખાળ છતાં બાળકોને કોઇ પત્તો લાગ્યો

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ટીમો શોધખોળમાં લાગી

હિંમતનગર તાલુકાના પીપલોદી ગામના રહીશ ધમેન્દ્રસિંહ પરમારનો 8 વર્ષીય બાળક કુદરતી હાજારતે ગયા બાદ કેનાલના કિનારે આવતાં પગ લપસી પડતાં કેનાલમાં પાણીમાં તણાઇ ગયો હતો. બાળકના પિતા અચાનક બનેલી ઘટનાને પગલે રીતસર હેબતાઇ ગયા હતા.વિરેન્દ્રસિંહ પરમાર કેનાલમાં તણાઇ ગયાના સમાચાર મળતાં હિંમતનગર પાલિકાની ફાયરબ્રીગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને બાળકની શોધ ખોળ આરંભી હતી. દરમિયાનમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય પણ સમાચાર મળતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેનાલના પ્રવાહમાં તણાઇ ગયેલા બાળક પીપલોદી પ્રાથમિક શાળામાં ધો-3 માં અભ્યાસ કરતો હતો.

બાળક તણાઇ જવાના સમાચાર પ્રસરી જતા કેનાલ ઉપર લોકોના ટોળા ઉમટ્યા હતા.

હિંમતનગર અને પ્રાંતિજ ફાયરબ્રીગેડની બે ટીમોએ કેનાલમાં બાળકની શોધ માટે કલાકો સુધી જહેમત ઉઠાવી હતી જોકે, સાંજે 6 વાગ્યા સુધી લગભગ 5 કિ.મી.કેનાલમાં શોધ કરવા છતાં પત્તો મળ્યો મળ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવાનુ ફાયર ઓફીસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યુ હતુ. 8 વર્ષીય બાળક કેનાલમાં તણાઇ જતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ હતુ.

ફાયરબ્રીગેડની બે ટીમો બાળકને શોધવા કામે લાગી હતી. જોકે, કેનાલમાં શોધ કરવા છતાં બાળકનો કોઇ પત્તો મળ્યો હતો.- તસવીર-અશોકરાવલ

અન્ય સમાચારો પણ છે...