• Gujarati News
  • National
  • મોતીપુરાના બંધ મકાનમાંથી 70 હજારની મૂર્તિઓની ચોરી

મોતીપુરાના બંધ મકાનમાંથી 70 હજારની મૂર્તિઓની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂર્તિ સહિત મંદિરના અન્ય સાધનોની પણ ચોરી

હિંમતનગરશહેરના મોતીપુરામાં એક બંધ મકાનમાંથી અંદાજે રૂ.70 હજારની મૂર્તીઓની ગત મંગળવારે સવારે ચોરી થઇ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

હિંમતનગર શહેરના મોતીપુરામાં પ્રકાશભાઇ વિનોદચંદ્ર ઉપાધ્યાયના બંધ મકાનમાં ગત તા.25 જુલાઇ 2017 ના રોજ દિવસના સમયે સરસામાનની હેરાફેરી દરમિયાન ઘરનુ તાળુ તોડી ઘરમાંથી મંદિરમાં મૂકેલી શીવજીની મૂર્તી પિત્તળની દોઢ ફૂટની કિં રૂ.20 હજાર, સરસ્વતી માતાની મૂર્તી પિત્તળની રૂ.15 હજાર, પીત્તળના હાથી રૂ.2500, બે વાઘ પિત્તળના રૂ.1100, પિત્તળનો શંખ રૂ.900,ચાંદીનુ યંત્ર રૂ.10 હજાર, પિત્તળના નળ કિ.રૂ.20 હજાર તથા બે તલવાર મળી કુલ રૂ. 70,500ની મતાની ચોરી થવા અંગે એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી ડોગસ્કર્વાડ અને એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...