• Gujarati News
  • National
  • મોડાસાના ઇટાડી ગામના તળાવ પાસે રહેતા રતીભાઈ સલુભાઈ પરમારે મંગળવારની

મોડાસાના ઇટાડી ગામના તળાવ પાસે રહેતા રતીભાઈ સલુભાઈ પરમારે મંગળવારની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના ઇટાડી ગામના તળાવ પાસે રહેતા રતીભાઈ સલુભાઈ પરમારે મંગળવારની રાત્રે આઠ વાગ્યાના અરસામાં પોતાની 3 માસૂમ દીકરીઓ ઝેરી દવા પીવડાવી દીધા બાદ પોતે પણ ઝેરી દવા ઘટઘટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થી માસુમ દીકરીઓએ ચીસો પાડતાં નજીકમાં રહેતા અન્ય પરિવારજનો તમામને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સમયસર સારવાર મળતા ત્રણેય દીકરીઓનો જીવ બચી ગયો હતો.જેમાં એકની ઉંમર 11 વર્ષ, બીજીની 8 વર્ષ અને નાની દીકરીની ઉંમર માત્ર 4 વર્ષ છે. જ્યારે ઝેરી દવા પીનાર રતીભાઈ પરમાર બુધવારની બપોરે મૃત્યુ પામ્યા હતા. રતીભાઈના મોત અંગે સિવિલના મેડીકલ ઓફિસર એચ.જે.પાંડવે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પી.એસ.આઈ.મયુરભાઈ ચૌહાણે તપાસ હાથ ધરી હતી.

માતા-પિતા બન્ને એચઆઈવી ગ્રસ્ત હતા

કાળજુકંપાવી દે તેવી ઘટનાની તપાસમાં વિગતો બહાર આવી હતી કે, મૃતક રતીભાઈના પત્ની મંજુલાબેન આઠ માસ અગાઉ એચ.આઈ.વી.રોગનો ભોગ બની મૃત્યુ પામી હતી. ત્યારે પતિ રતીભાઈ પણ જીવલેણ રોગનો ભોગ બની ગયા હતા. અતિ ખર્ચાળ એવી બીમારીથી કંટાળી ગયા બાદ રતીભાઈએ પોતાના મોત બાદ માસુમ દીકરીઓ કોઈની મઝાક કે મહેણાંટોણાંનો ભોગ બને તે આશયથી પોતાના મન પર પથ્થર જેવા ભાર સાથે દીકરીઓને ફોસલાવીને ઝેરી દવા પીવડાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...