• Gujarati News
  • National
  • જિલ્લાને તરબતર કરી દેનાર વરસાદે વિરામ લેતાં હાશકારો

જિલ્લાને તરબતર કરી દેનાર વરસાદે વિરામ લેતાં હાશકારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાપાંચેક દિવસથી સાબરકાંઠા જિલ્લાને ઘમરોળી રહેલ મેઘરાજાએ વિરામ લેતા સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો વરસાદના ત્રીજા રાઉન્ડે જિલ્લાને તરબતર કરી દીધો છે અને મોટાભાગના તળાવોમાં નવા નીર આવતા કુદરતી જળસ્ત્રોત ના સ્તર પણ ઉચા આવવાની સાનૂકૂળ સ્થિતિ સર્જાઇ છે. જુલાઇ માસના અંતિમ ચરણમાં મોસમનો કુલ સરેરાશ 94 ટકા વરસાદ ખાબકી ગયો છે.

ચાલુ વર્ષે મેઘરાજાએ વધુ હેત વરસાવ્યુ હોય તેમ જુલાઇ માસના અંતિમ ચરણમાં મોસમનો 94 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. તેમાંયે હિંમતનગરમાં અત્યાર સુધીમાં 132 ટકા એટલે કે 40 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.ત્યાર પછી ઇડરમાં 36 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં 27.5 ઇંચ અને તલોદ તાલુકામાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે ખેડબ્રહ્મામાં 32.5,વડાલીમાં 30.0 અને પોશીનામાં 32 ઇંચ વરસાદ નોંધાયો છે.જિલ્લા ના તમામ ડેમમાં નવા પાણીની આવક થઇ છે અને અંદાજે 20 ટકા પાણીના જથ્થામાં વધારો થયો છે. જિલ્લાના 522 તળાવો પૈકી તળાવો 109 તળાવો ઓવરફ્લો થયા છે અને 235 તળાવ સંપૂર્ણ ભરાઇ ચૂક્યા છે તથા 161 તળાવો અડધાથી ઉપર ભરાઇ ચૂક્યા છે. છેલ્લા પાંચ દિવસોમાં સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ભૂગર્ભ જળસ્ત્રોત ઉંચા આવવાની સંભાવનાઓ પણ વધી ગઇ છે. જિલ્લામાં મોસમનો સરેરાશ 94.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

630 કાચા-4 પાકા મકાનોને નૂકસાન

સાબરકાંઠાજિલ્લામાં કુલ 630 કાચા અને 04 પાકા મકાનોને નૂકશાન થયુ છે. જેમાં હિંમતનગર તાલુકામાં 278 કાચા અને 01 પાકુ મકાન ઇડર તાલુકામાં 130 કાચા ખેડબ્રહ્મા તાલુકામાં 50 કાચા અને 03 પાકા,પોશીના તાલુકામાં 27 કાચા પ્રાંતિજ તાલુકામાં 35 કાચા મકાન તલોદમાં 16 કાચા મકાન,વડાલીમાં 46 કાચા મકાન અને વિજયનગર તાલુકામાં 48 કાચામકાનોને નૂકશાન થવા પામ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...