• Gujarati News
  • National
  • ઠંડીનો ચમકારો: તાપમાન 3 દી\'માં 6 ડિગ્રી ઘટી ગયુ

ઠંડીનો ચમકારો: તાપમાન 3 દી\'માં 6 ડિગ્રી ઘટી ગયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લામાં 3 દિવસથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લઘુત્તમ તાપમાન એકદમ ગગડી ગયુ છે અને નોર્મલથી 4 ડીગ્રી જેટલુ઼ નીચું નોંધાઇ રહ્યુ છે. જેને કોલ્ડવેવની નજીક કહી શકાય વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. ફેબ્રુઆરી માસમાં વાદળો છવાયા બાદ ઠંડીનો એક રાઉન્ડ જોવા મળ્યો હતો. ત્યારબાદ ક્રમશ: તાપમાન વધતું ગયુ હતુ પરંતુ ફેબ્રુઆરી માસના ત્રીજા સપ્તાહમાં ફરીથી તાપમાન ઘટ્યુ હતુ. ત્યારબાદ લઘુત્તમ તાપમાનનો પારો 19 ડીગ્રી સુધી પહોંચ્યા બાદ છેલ્લા ત્રણેક દિવસ થી ઉત્તરપુર્વી રાજયોમાં થઇ રહેલ વેસ્ટર્ન ડીસ્ટબન્સને કારણે લઘુત્તમ તાપમાનનો પારો ફરીથી સડસડાટ નીચે ઉતરી ગયો છે. માર્ચ માસના મધ્યાંતરમાં લગભગ કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાઇ છે. વહેલી સવારે સુસવાટા મારતા પવનો સાથે હાડથીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...