તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કિન્નરોએ નકલી કિન્નરોને પોલીસને સોંપતા હોબાળો

કિન્નરોએ નકલી કિન્નરોને પોલીસને સોંપતા હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાઅસલી કિન્નરો અને ઉઘરાણું કરી રહેલ નકલી કિન્નરો આમને સામને થઇ જતા હોબાળો મચી ગયો હતો. શામળાજી ખાતે કિન્નર બનીને ઉઘરાણું કરી રહેલ ચારેક કિન્નરોને પકડી પાડવાના પ્રયાસ દરમિયાન બે કિન્નર ભાગી છુટયા હતા. પરંતુ ઝડપાઇ ગયેલ બેને નગ્ન કરીને હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લઇ આવવામાં આવ્યા હતા.

પોલીસે લાંબી માથાપચ્ચી કર્યા બાદ વચ્ચેનો માર્ગ કાઢી ઘટના જયાં બની હતી ત્યાં ફરિયાદ નોંધાવવા એટલે કે શામળાજી પોલીસનો સંપર્ક કરવા જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. હિંમતનગરના કિન્નર ચેતનાદે પાવૈયાએ જણાવ્યુ હતું કે, નકલી કિન્નરો ચોરી જેવી બની રહેલ ઘટનાઓ માટે જવાબદાર છે અને આગળની કાર્યવાહી કરવા મક્કમ છે. બીજીબાજુ નકલી કિન્નર કિરણે જણાવ્યુ હતું કે, સલાલના કોઇ કિન્નર ગુરૂએ વર્ષાસન લેવા મોકલ્યા હતા. પરંતુ હજુ તેમની કિન્નર બનવાની વિધિ કરાઇ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો કિન્નરોના વર્ષાસન ઉઘરાવવાની હદ વિસ્તારનો છે અને ભૂતકાળમાં પણ સલાલ-મોયદ અને હિંમતનગરના કિન્નર વચ્ચે હત્યા સુધીની ઘટના બની ચૂકી છે.

પી.એસ.આઇ. બિહોલાએ જણાવ્યુ હતું કે, વર્ષાસનનું ઉઘરાણું અંતર્ગત ફરિયાદ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...