તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 28 ગ્રા.પંચાયતોમાં સરેરાશ 81 % મતદાન

28 ગ્રા.પંચાયતોમાં સરેરાશ 81 % મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાની વિભાજન વાળી 28 ગ્રામપંચાયતમાં રવિવાર 11મી જૂનના રોજ રેકોર્ડ મતદાન નોંધાતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટયા હતા.જિલ્લામાં સરેરાશ 81 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

ચૂંટણી વિભાગ ધ્વારા મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની 8 ગ્રા.પં.,હિંમતનગર તાલુકાની 8 ગ્રા.પં.ઇડર-પ્રાંતિજ તાલુકાની એક-એક મળી કુલ 28 વિભાજનવાળી ગ્રામપંચાયતોમાં આજે રવીવારે સરપંચ અને વોર્ડ સદસ્ય માટે સરેરાશ 81 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. હિંમતનગર તાલુકાના વોર્ડ બેઠક માટે 130 ઉમેદવારો અને સરપંચ બેઠક માટે 26 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.હિંમતનગર તાલુકાની 8 પંચાયતમાં 70.2 ટકા,ઇડરની એક પંચાયતમાં 84.4 ટકા, વડાલીની 3 પંચાયતમાં 85.9 ટકા, ખેડબ્રહ્માની 3 પંચાયતમાં 83.7 ટકા,પ્રાંતિજની એક પંચાયતમાં 86.6 ટકા, તલોદની 4 પંચાયતમાં સૌથી વધુ 88 ટકા મતદાન થયું હતું . વિજયનગર તાલુકાની 8 પંચાયતમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 72 ટકાથી વધુ મતદાન થયું હતું. વિભાજનવાળી પંચાયતોમાં ઇવીએમના માધ્યમથી થયેલ મતદાનની મંગળવારે 13મી જૂને મતગણતરી હાથ ધરાશે.

હિંમતનગર તા.ના 156 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ, મંગળવારે મત ગણતરી

અન્ય સમાચારો પણ છે...