તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 181 ગ્રાહકોના લોનહપ્તાના 3.12 લાખ લઇ કર્મચારી છૂમંતર

181 ગ્રાહકોના લોનહપ્તાના 3.12 લાખ લઇ કર્મચારી છૂમંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરશહેરમાં ક્રેડીટ કેર નેટવર્કનો કર્મચારી તાલુકામાંથી 181 ગ્રાહકોના રૂ.3,12,640ના હપ્તા ઉઘરાવી ક્રેડીટ કેર નેટવર્કમાં જમા નહીં કરાવતાં ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હિંમતનગર તાલુકામાં ઓછી આવક ધરાવતા પરિવારોને શોધી ગૃપ લીડર બનાવવામાં આવ્યા હતા અને મહિલા સદસ્યોની માગણી અને જરૂરિયાતને ધ્યાને રાખી સાટીન ક્રેડીટ કેર નેટવર્ક લીમીટેડના માધ્યમથી લોન આપવામાં આવી હતી. હિંમતનગર ખાતે ક્રેડીટ કેર નેટવર્કના સિનિયર કોમ્યુનિટી સર્વિસ ઓફીસર તરીકે ફરજ બજાવતા અને લોનના હપ્તાનુ કલેક્શન કરતા મહેન્દ્રસિંહ જેન્તીલાલ સોઢા પરમાર (રહે.ભાથીજી ફળીયુ, સનાલી મહુધા, જિ.ખેડા) માર્ચ-એપ્રિલ 2017 સુધીના 181 ગ્રાહકોના રૂ.3,12,640 હપ્તાની રકમ સાટીન કેર ક્રેડીટ નેટવર્કમાં જમા નહીં કરાવતાં હરીશકુમાર રામશરણ રઘુવંશીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરની સાટીન ક્રેડીટ કેર નેટવર્ક લી.ના કર્મચારી સામે પોલીસ ફરિયાદ થઇ

અન્ય સમાચારો પણ છે...