• Gujarati News
  • National
  • ચૂંટણી પહેલા સરકાર બેઠક માટે અમને બોલાવે : પાસ

ચૂંટણી પહેલા સરકાર બેઠક માટે અમને બોલાવે : પાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| પાસદ્વારા શુક્રવારે મુખ્યપ્રધાનને પત્ર લખી જણાવાયુ છે કે બે વર્ષથી પાટીદાર સમાજ અનામતની માગણીને લઇને આંદોલન ચલાવી રહ્યો છે સરકારે બે વખત બેઠકો કરી છે પરંતુ ઉકેલ લાવવાને બદલે બેઠકને ગેરમાર્ગે લઇ જઇને બેઠકોને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે એવુ ઇચ્છીએ છીએ કે ચૂંટણી પહેલા અમારી 4 માંગણીઓ અંગે આંદોલન સમીતી સાથે બેઠક કર ે! પાટીદારને બંધારણીય અનામત, પાટીદાર પર અત્યાચાર ગુજારનાર વીડીઓગ્રાફીમાં રેકોર્ડ થયેલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી, આંદોલન દરમિયાન શહીદ થયેલ યુવાનોના પરીવારોને રાજસ્થાન હરીયાણાની જેમ આર્થિક સહાય અને સરકારી નોકરી તથા પાટીદાર સમાજ માટે અલગથી પાટીદાર આયોગની માંગણીઓ અંગે વાતચીત કરવા સરકાર બોલાવશે તો આંદોલન સમીતી ધ્વારા સર્વાનુમતે નક્કી કરેલા પ્રતિનિધિ સાથે બેઠક કરવા તૈયાર છીએ.

અન્ય સમાચારો પણ છે...