તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરમાં ડેન્ગ્યુથી વિદ્યાર્થિનીનું મોત

હિંમતનગરમાં ડેન્ગ્યુથી વિદ્યાર્થિનીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનામહાવીરનગરની સૌરભ વિદ્યાલયની બેદરકારીને કારણે એક પરિવારના ત્રણ બાળકો શંકાસ્પદ ડેન્ગ્યુ જેવા તાવનો ભોગ બન્યા બાદ એક બાળકીનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતાં ડરનું વાતાવરણ પેદા થવા પામ્યુ હતું. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિદ્યાલયને ગત વર્ષે પણ લારવલ બ્રીડીંગ અંતર્ગત નોટીસ આપવામાં આવી હતી.

હિંમતનગર શહેરની ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલી સૌરભ વિદ્યાલયમાં ધોરણ-6માં અભ્યાસ કરતી નિધિ વિપુલભાઇ પંચાલ (ઉ.વ.12) ને એક સપ્તાહથી તાવ આવતો હતો, તેને સ્થાનિક બાળકોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ અમદાવાદ અંકૂર હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાઇ હતી. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતી રહી હોય તેનું 11મી સપ્ટેમ્બરે મોત નિપજયુ હતું. જ્યારે અન્ય બે બાળકો રૂતા હરેશભાઇ પંચાલ (ઉ.વ.18) અને જયવીર હરેશભાઇ પંચાલ (ઉ.વ.9)ને પણ શંકાસ્પદ ડેન્ગ્યુની અસર જણાતાં તંત્રએ પાલિકાને મેલેરીયલ એકટીવીટી કરવા જાણ કરી છે.બોકસ આઇટમ

બોકસ આઇટમ

વિદ્યાલયને નોટીસ આપવામાં આવી છે : ર્ડા.મનિષ ફેન્સી (આરોગ્ય અધિકારી)

સૌરભ વિદ્યાલયના એક પરિવારના ત્રણેક શંકાસ્પદ ડેન્ગ્યુના બાળકો પૈકી એક બાળકીનું મૃત્યુ નિપજયાની ગંભીર ઘટનાને પગલે શાળા સંચાલકોને નોટીસ આપવામાં આવી છે. ગત વર્ષે પણ નોટીસ આપવામાં આવી હતી.

બોકસ આઇટમ

સમગ્ર શહેરમાં ફોગીંગ અને દવા છંટકાવ ચાલુ છે : આરોગ્ય વિભાગ, પાલિકા

હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગના રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, શહેરના તમામ 12 વોર્ડમાં ફોગીંગ મશીન ફેરવવામાં આવી રહ્યુ છે અને પાણી ભરાયુ હોય ત્યાં ઓઇલનો છંટકાવ તથા વોર્ડવાર ચૂનો-મેલાકીયોન પાવડરનો છંટકાવ ચાલુ છે. સૌરભ વિદ્યાલયમાં પણ કામગીરી કરવામાં આવી છે.

બોકસ આઇટમફોટા છે

} ડેન્ગ્યુના લક્ષણો

- જોરદાર ઠંડી ચડીને તાવ આવવો

- સરદર્દ, આંખો દૂખવી

- શરીરમાં કળતર અને સાંધાનો દુ:ખાવો

- ભૂખ ઓછી લાગવી

- બેચેની, ઉલટી, ઝાડા થઇ જવા

- ચામડીની નીચે લાલ ચકામા

- આંખ, નાકમાંથી લોહી નીકળવું

શું સાવધાની રાખવી જોઇએ

- ઘરની અંદર અને આજુબાજુમાં બિનજરૂરી પાણીનો નિકાલ

- વાસણો ખાલી રાખવા અથવા ઉલટા મૂકવા

- જો ડ્રમ, બાલટી કે અન્ય વાસણમાં પાણી રાખવું હોય તો ઢાંકીને રાખવું

- કોઇ વસ્તુમાં કાયમી પાણી રાખવું હોય તો નિયમિત સાબુથી ધોવવા જોઇએ

- ઘરમાં જંતુનાશકનો છંટકાવ, બારી, દરવાજામાં મોસ્કયુટો ગ્રીલ લગાવવી હિતાવહ છે

- કૂલરનું પાણી વપરાશ હોય તેવા સમયે કાઢી નાખી કોરૂ રાખવું

- આજુબાજુમાં ખાડામાં, કૂંડામાં પાણી ભરાતું હોય તો માટી નાખી પૂરી દેવા

- શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, મચ્છરોની ઉત્પત્તિ રોકવા જાગૃતિ જરૂરી

- મચ્છરનો નાશ કરતા ઉપકરણોનો ઉપયોગ

}મૃત્યુ અંગે સ્કૂલની કોઇ જવાબદાર નથી : આચાર્ય

ધોરણ-6માં અભ્યાસ કરતી બાળકીના કમનસીબ મૃત્યુ અંગે પ્રત્યુત્તર આપતાં પ્રિન્સીપાલ જીજ્ઞેશભાઇ ભટ્ટે જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીની છેલ્લા એક સપ્તાહથી શાળામાં આવતી હતી, તેના મૃત્યુ માટે શાળા જવાબદાર નથી.

>જીજ્ઞેશભાઇ ભટ્ટ (પ્રિન્સીપાલ)

} સ્કૂલની બેદકારીએ પુત્રીનો ભોગ લીધો : પિતા

પાણીનાહોજ વગેરે ખૂલ્લા રહેતા હતા અને સ્વચ્છતા પણ જળવાતી હતી. અંગે શાળા સંચાલકોને રજૂઆતો પણ કરી હતી. પરંતુ કોઇ સાંભળતું હતું. સ્કુલની બેદરકારીને કારણે મારી પુત્રીનો ભોગ લેવાયો છે.

>વિપુલભાઇ મગનભાઇ પંચાલ :

અન્ય સમાચારો પણ છે...