• Gujarati News
  • National
  • ઇલોલના યુવકે બિમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું

ઇલોલના યુવકે બિમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનજીકના ઇલોલ ગામમાં શુક્રવારે મોડી રાત્રે ડાયાબીટીસની બિમારીથી પીડાતા એક યુવકે ટાયાબીટીસની વધુ માત્રામાં ગોળીઓ ખાઇ લેતા તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનુ મોત નિપજતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇલોલ ગામના નીચવા વિસ્તારમાં રહેતા ચંદ્રકાન્ત મકવાણા છેલ્લા ચાર વર્ષથી ડાયાબીટીસની બિમારીથી પીડાતા હતા. શુક્રવારે રાત્રે ચંદ્રકાન્તભાઇએ બિમારીથી કંટાળી પોતાની પાસે રહેલા ડાયાબીટીસની વધુ માત્રામા ગોળીઓ ગળી લઇ જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. તે સમય દરમિયાન તેમણે તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન શનિવારે ચંદ્રકાન્ત મકવાણાનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...