• Gujarati News
  • National
  • વિજયનગર તાલુકામાં ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરાઇ

વિજયનગર તાલુકામાં ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકામાં બનતા બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમને ઇડર, મોડાસા કે હિંમતનગરથી બોલાવાતી હોઈ સરકાર વિજયનગરમાં ફાયર સ્ટેશન ફાળવે તે માટે સ્થાનિક આગેવાનોએ માંગણી કરી છે.

વિજયનગર તાલુકામાં પોળોમાં આવતા પ્રવાસીઓના નદીમાં ડૂબવાના અસંખ્ય બનાવો બન્યા છે અને તાલુકામાં ઘરમાં આગ લાગવાના, દુકાનોમાં શોર્ટસર્કીટની ઘટનાઓ કે ખેતરમાં આગ લાગવાના બનાવોમાં આગ ઓલવવા કે ડૂબી ગયેલાની લાશ કાઢવા માટે ઇડર, મોડાસા કે હિંમતનગરથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડે છે. જેમાં ચોમાસામાં કેટલીકવાર એક દિવસે અને એક સમયે બેથી વધુ બનાવો બનતા હોવાના કિસ્સામાં ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી શકતી નથી ત્યારે સરકાર વિજયનગર ખાતે ફાયર સ્ટેશન ફાળવે તેવી અગ્રણીઓએ માંગણી કરી છે.

અંગે રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર એફ.એમ.દસ્તુરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ફાયર સ્ટેશનનો સર્વે અને સાધનોની ફાળવણી પણ કરાઇ છે. ત્યારે કયા કારણોસર ફાયર સ્ટેશન ફાળવવામાં નથી આવ્યું તે બાબત હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આગ ડૂબવાના કેસોમાં ઇડર, મોડાસા, હિંમતનગરની ટીમ આવે છે

સાધન સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં ફાળવણી થતી નથી

અન્ય સમાચારો પણ છે...