તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગેરકાયદે જમીનો પર કબ્જે કરી બ્લેકમેલ કરતા પોલીસવડાને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદે જમીનો પર કબ્જે કરી બ્લેકમેલ કરતા પોલીસવડાને રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના માલીના છાપરીયા, સવગઢ, ઝહીરાબાદ વિસ્તારમાં એક ઇસમ દ્વારા સરકારી તથા માલિકીની જમીનો પર ગેરકાયદેસર કબજો કરી, ખોટી આકારણી બનાવી, બિલ્ડરો તથા પ્રજાજનોને અરજીઓ કરી બ્લેકમેલીંગ કરી ધાક ધમકી આપી ગરીબોના ઝૂંપડા હટાવી પૈસા પડાવતા એક ઇસમ વિરૂધ્ધ શુક્રવારે પાણપુર યુવક મંડળ દ્વારા આવેદનપત્ર આપી તેના ત્રાસથી મુકિત અપાવવા માંગ કરવામાં આવી છે.

અંગે મળતી વિગત મુજબ હિંમતનગર તાલુકાના માલીના છાપરીયા, ઝહીરાબાદ, સવગઢ સહિતના વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ માલિકીની જગ્યાઓ પર ગેરકાયદેસર કબજો કરી દુકાનો તથા મકાનો બનાવી, વેચાણ કરી, ખોટી અરજીઓ કરી બિલ્ડરો અને પ્રજાજનોને બ્લેકમેલીંગ કરી સરકારી જમીનોની ખોટી આકારણીઓ બનાવી, ધાકધમકીઓ આપી ગરીબોના ઝૂંપડા હટાવી પૈસા પડાવતા માલીવાડમાં રહેતા મુસ્તાક જમાલભાઇ સંઘાણી વિરૂધ્ધ થયેલ ફરિયાદો બાબતે પાણપુર યુવક મંડળના પ્રમુખ દ્વારા શુક્રવારે સા.કાં. જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી મુસ્તાક સંઘાણીના ત્રાસથી લોકોને મુકિત અપાવવા માંગ સાથે રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો