તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરપંચ સહિત પંચાયતના સભ્યોને ગાળો બોલી પથ્થરો મારતા ચાર વિરુદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરપંચ સહિત પંચાયતના સભ્યોને ગાળો બોલી પથ્થરો મારતા ચાર વિરુદ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના દેધરોટા ગ્રામ પંચાયતની સીમમાં આવેલા ગૌચર સર્વે નં.334/1 અને 335/1 માં કોઇ ખાનગી કંપની દ્વારા રોડ બનાવવાના મામલે ગ્રામ પંચાયત અને લીઝ કંપનીના માણસો વચ્ચે વિવાદ ગરમાયો છે. પંચાયતના મહિલા સરપંચએ રસ્તાના મામલે કલેકટર અને ડી.ડી.ઓ.ને લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચ સહિત કમીટીના સભ્યો રસ્તાવાળા સ્થળે શનિવારે ગયા બાદ ગામના ચાર શખ્સોએ ગાળો ભાંડી છુટા પથ્થરો મારી ઇજા પહોંચાડતા મામલો ગ્રામ્ય પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

દેધરોટાના ગ્રામજનોની સહીઓ અને વિરોધ સાથે થયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેધરોટા નજીકના ખેડાવાડા, જોરાપુર, મહાદેવપુરા, કડોલી, પ્રેમપુર, રંગપુર, દાવડ વિગેરે ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી-કંકરની લીઝો તથા બ્લોકના ખનિજ ભરેલા વાહનોની અવરજવર દેધરોટા ગામમાંથી થાય છે અને તેના કારણે દેધરોટાના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.પંચાયત સમિતિએ રસ્તાની જગ્યા ફેરફાર કરવા માટે નવો ઠરાવ કર્યો છે અને નવા રસ્તા માટેનો માર્ગ પણ બતાવ્યો છે. જો રોડની જગ્યામાં ફેરફાર નહિ કરાય તો દેધરોટા ગામની જનતાને ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ફરજ પડશે તેવી જવાબદાર તંત્ર સમક્ષ ચીમકી પણ અપાઇ છે.

રસ્તો બનાવનારે 18 જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

ઝાલાધર્મેન્દ્રસિંહ, ભરતસિંહ, કાળુસિંહ, પ્રતાપસિંહ, ગોવિંદભાઇ પટેલ, રણછોડભાઇ, રમણભાઇ શંકરભાઇ, બીજલભાઇ રાવળ, ઝાલા દોલતસિંહ, રાઠોડ વનરાજસિંહ, ચીંકુસિંહ ઉર્ફે વનરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપસિંહ, નવલસિંહ, ગજેન્દ્રસિંહ, દિનેશસિંહ, અરવિંદસિંહ વિરૂધ્ધ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો