તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જેલના 50થી વધુ કેદીઓએ સાક્ષર બનવા પરીક્ષા આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલના 50થી વધુ કેદીઓએ સાક્ષર બનવા પરીક્ષા આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરમાં સાૈથી વધુ 2550, વડાલીમાં 780 નિરક્ષરો

સાક્ષરભારત યોજના અંતર્ગત 12 હજાર નિરક્ષરોએ સાક્ષર બનવા પરીક્ષા આપી હતી. જેમાં જિલ્લાની જેલા 50થી વધુ કેદીઓએ સાક્ષર થવા પરીક્ષા આપી હતી. નિરક્ષરોએ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લેખિત પરીક્ષા આપી સાક્ષરતા હોવાનો ગર્વ અનુભવ્યો હતો.

અંગે સાબરકાંઠા જિલ્લાનિરંતર શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જિલ્લામાં નિરક્ષરોને સાક્ષર બનાવવા માટેનો ભગીરથ પ્રયાસ છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તાલુકા મથકે તથા ગ્રામ્ય કક્ષાએ નિરંતર પ્રેરકોના માર્ગદર્શન હેઠળ મોટી ઉંમરની મહિલાઓ તથા પુરૂષો સાક્ષર બનવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે ત્યારે રવિવારે નિરક્ષરોએ તેમની નજીકની પ્રાથમિક શાળામાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીના કોઇપણ સમયગાળામાં ત્રણ કલાક સુધીની લેખિત પરીક્ષા આપી હતી. જિલ્લાની વિવિધ જેલના 50થી વધુ કેદીઓએ સાક્ષરતા માટે પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો