તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સહકાર હોલ પાસે 16.33 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રીજ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહકાર હોલ પાસે 16.33 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રીજ બનાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરમાંસહકાર હોલ તથા સ્વામીનારાયણ મંદિર પાસેના રેલ્વે ક્રોસીંગ પર રૂા.16.33 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવનાર અંડરબ્રીજના કામને ગાંધીનગર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રાલય દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળી જતા હિંમતનગર પાલિકા અને રાજય માર્ગ-મકાન વિભાગ દ્વારા ડી.ટી.પી.સાથે ટેન્ડરીંગ પ્રક્રિયા માટેની કામગીરી હાથ ધરાઇ છે.

અંગે પાલિકા તેમજ માર્ગ-મકાન વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં સહકાર હોલ તથા સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ એલ.સી. નં.-48બી તથા 215સી પર અંડરબ્રીજ બનાવવામાં આવનાર છે. પાલિકા તેમજ માર્ગ-મકાન વિભાગની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂા.16.33 કરોડની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર ભરતભાઇ શાહ અને એડીશનલ ઇજનેર જે.એસ.પંચાલે જણાવ્યુ હતું કે, રૂા.16.33 કરોડથી વધુના ખર્ચે બનનાર અંડરબ્રીજ માટે હાલમાં ડી.ટી.પી. બનાવવાની કામગીરી ચાલી રહી છે. કુલ 350 મીટરની લંબાઇ ધરાવતા અંડરબ્રીજ પર સર્વિસ રોડ સાથે ડ્રેનેજ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.

હજુ બંને વિભાગો વચ્ચે કામ અંગેની ટેકનીકલ પ્રક્રિયા ચાલી રહી છે. જયારે બીજીબાજુ અંડરબ્રીજની હાઇટ અંગે પણ થોડી વિસંવાદીતા જણાતી હોય તેના નિરાકરણ માટે વાટાઘાટો સાથે ટેકનીકલ ફેરફારની ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

વિકાસ| શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૈધ્ધાંતિક મંજૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો